- "હું મારો જમણો હાથ આપીશ જે ડાબા જેટલોજ સક્ષમ છે."
- "રસ્તામાં કોઇ અડચણ આવે તો, સહન કરી લો."
- "જોવા માત્રથી તમે ઘણું બધું અવલોકન કરી શકો છો."
- "ત્યાં કોઇ જતું નથી. ત્યાં અત્યંત ભીડ છે."
- "જ્યારે હું વિચારતો હોઉં છું ત્યારે હું એકાગ્ર થઇ શકતો નથી."
- "ભવિષ્યમાં શું થવાનું છે તે કોઇ ભાખી શકતું નથી."
- "હું મારા બાળકો માટે જ્ઞાનકોશ ખરીદવાનો નથી. હું શાળાએ જતો હતો તેમ તેમને પણ મોકલીશ."
- "આપણે ખોવાઇ ગયા છીએ, છતાં મુસાફરી ઝડપથી પૂર્ણ કરી રહ્યા છીએ."
- "તેઓ મારા વિશે જે અર્ધસત્યો બોલે છે તે સાચા નથી."
- "નિકલના એક સિક્કાનું મૂલ્ય ૧૦ સેન્ટથી વધારે હોતું નથી."
- "ફરી વાર તમામ ઠેકાણે, આશ્ચર્ય જેવું જણાય છે."
- "અંત ન આવે ત્યાં સુધી તે સમાપ્ત થયેલું ગણાય નહી."
- મિસિઝ લિન્ડસેઃ "બેશક તમે ઠંડા જણાઓ છો." યોગી બેરાઃ "આભાર, તમે જાતે અત્યંત ગરમ જણાતા નથી."
- "જો દુનિયા પરિપૂર્ણ હોત, તો આવું ન હોત."