"સવ્યસાચી બનવા માટે હું મારો જમણો હાથ આપી શકું છું."
"જ્યારે રસ્તામાં બે ફાંટા આવે ત્યારે એક પસંદ કરો."
"માત્ર ધ્યાનપૂર્વક જોતાં તમે ઘણું બધું નિરીક્ષણ કરી શકો."
"હવે ત્યાં કોઈ જતું નથી. તે સ્થળે ઘણી ભીડ છે."
"હું જ્યારે વિચારું છું ત્યારે એકાગ્રચિત્ત થઈ શકતો નથી."
"પહેલાંની જેમ હવે ભવિશ્ય નથી."
" હું મારાં બાળકો માટે એન્સાયક્લોપિડીયા ખરીદવાનો નથી. ભલે તેઓ હું જતો હતો તેમ શાળાએ ચાલતા જાય."
"અમે રસ્તો ભૂલ્યા છીએ, પણ ઝડપથી ચાલીએ છીએ."
"મારા માટે તેઓ જે જૂઠ બોલ્યા છે તેમાનાં અડધાં સાચાં નથી."
"હવે નિકલની કિંમત ડાઈમ જેટલી નથી."
"પૂર્વે બન્યું હતું તેમ ફરીથી બધું બની રહ્યું છે."
"જ્યાં સુધી પતે નહિ ત્યાં સુધી પત્યું ના કહેવાય."
શ્રીમતી લિન્ડ્સે: "તમે બેશક બીનઉત્તેજિત લાગો છો." યોગી બેર: "આભાર, તમે પણ એટલા બધાં ઉત્તેજક લાગતાં નથી."
"જો દુનિયા પરિપૂર્ણ હોત, તો તે દુનિયા ના હોત."